Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ ફાંસીના માંચડે લટકાવો : હિન્દૂ સંગઠનો

આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ ફાંસીના માંચડે લટકાવો : હિન્દૂ સંગઠનો

આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ ફાંસીના માંચડે લટકાવો : હિન્દૂ સંગઠનો

મોરબી : જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓએ કરેલી હિંસાથી દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. આંતકી હુમલામાં જવાબદારો સામે પગલાં ભરવા ઠેરઠેર માંગ ઉઠી છે. ત્યારે મોરબીના હિન્દૂ સંગઠનોએ આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી જિલ્લા કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને આવેદન આપી આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ ફાંસીના માંચડે લટકાવો તેવી ઉગ્ર માંગ કરી છે.

પ્રધાનમંત્રીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીને તેમની નૃશંસ હત્યા કરવામાં આવી છે. આ ઘટના સમગ્ર રાષ્ટ્રને આઘાતગ્રસ્ત અને રોષિત કરનાર છે. આ માત્ર એક આતંકી હુમલો નથી, પરંતુ ભારતના બહુમત હિન્દુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે.

તમારા સશક્ત નેતૃત્વમાં ભારતે આતંકવાદ સામે ખૂબ સાહસપૂર્વક લડત આપી છે. છતાં, આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે હજી પણ હિન્દુ સમુદાય વિરુદ્ધ દુશ્મનાવટ ધરાવતા તત્ત્વો સક્રિય છે, જે આપણા દેશની એકતા, અખંડતા અને સામાજિક સદભાવને નુકસાન પહોંચાડવાનો ષડ્યંત્ર રચી રહ્યાં છે.

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા’ તરફથી નીચે મુજબની માંગણીઓ રાખવામાં આવે છે: કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ તેમને ફાંસીની સજા આપવામાં આવે. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ અને પર્યટકો માટે સ્થાયી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. મૃતકના પરિવારજનોને યોગ્ય આર્થિક સહાય અને એક પરિવારજને સરકારી નોકરી આપવામાં આવે. દરેક ધાર્મિક સ્થળ અને યાત્રાઓ માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે. ધાર્મિક આધાર પર કરવામાં આવેલી હિંસાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી સંડોવાયેલા તમામ આતંકીઓને કઠોર શિક્ષા આપવામાં આવે તેવી માંગ કરી છે.

ગીરીશભાઈ ઘેલાણી-સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
સી.ડી.રામાવત-મોરબી જીલ્લા અધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
પ્રતાપભાઈ ચગ-મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
નેવિલભાઈ પંડિત-મોરબી જીલ્લા અધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ
શ્યામભાઈ ચૌહાણ-મોરબી જીલ્લા મહામંત્રી-રાષ્ટ્રીય બજરંગ દળ
લખનભાઈ કક્કડ-મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ
ધરમેન્દ્રભાઈ કાલરીયા-મોરબી તાલુકા પ્રમુખ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
ભાવીનભાઈ ઘેલાણી-મોરબી શહેર અધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
નરેન્દ્રભાઈ પાવ-મોરબી શહેર ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
નિર્મિતભાઈ કક્કડ-મોરબી શહેર મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
પારસભાઈ ચગ-મોરબી શહેર અધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ
મહેન્દ્રભાઈ પટેલએ વડાપ્રધાનને સંબોધીને પહેલગામ આતંકી હુમલા મુદે આવેદન આપ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments