મહાકાલ ક્રિકેટ ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં દિવંગતોને શ્રદ્ધાંજલી પાઠવાઈ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોની શ્રદ્ધાંજલી આપવા માટે આજે મહાકાલ ક્રિકેટ ગ્રુપ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારના 2 મિનિટ મૌન પાળી અને હાથમાં બ્લેક રીબીન બાંધી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને તમામ મૃતકોના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.











