મોરબી તાલુકાના હજનાળી (અંબાનગર)ગામે શ્રી રામદેવપીર મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે તા. 26-4-2025 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં લોક કલાકાર રાજ ગઢવી અને જયદીપ ભટ્ટી ભજનની રમઝટ બોલાવશે. તો આ લોકડાયરાનો લાભ લેવા દરેક જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










