Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆવતીકાલે મોરબીના અનેક વિસ્તારોમાં વીજ કાપ

આવતીકાલે મોરબીના અનેક વિસ્તારોમાં વીજ કાપ

મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 26-04-2025 ને શનિવારના રોજ 66 કેવી મોરબી A સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવાનો હોય તે માટે મોરબીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે.

જેમાં આવતીકાલે તા.26 એપ્રિલે ભાડિયાદ ફીડર હેઠળના સો ઓરડી, માળિયા વનાળિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વગેરે તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. સિટી ફીડર હેઠળના મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચી શેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધીરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

દરબારગઢ ફીડર હેઠળના મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારો, વેજીટેબલ ફીડર હેઠળના ભીમસર, ઉમા ટાઉનશિપ, આદર્શ સોસાયટી, શિવપાર્ક, લાભ નગર 1-2 વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, ગોપાલ ફીડર હેઠળના રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

એમ હોસ્પિટલ ફીડર હેઠળના લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણન સોસાયટી, વિષાલદીપ ફીડર હેઠળના જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ 1-5, શક્તિ ચેમ્બર, સિરામિક સિટી, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, ત્રાજપર ફીડર હેઠળના તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, પરશુરામ ફીડર હેઠળના શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, રેલવે ફીડર હેઠળના શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સિટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments