Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆંતકી હુમલાના દિવંગતોના પરિવારોને સહાય આપો : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી

આંતકી હુમલાના દિવંગતોના પરિવારોને સહાય આપો : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી

કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કાશ્મીરમાં થયેલા હુમલામાં મુત્યુ પામેલા લોકોને સહાય કરવા અને આંતકવાદી સામે કડક કાર્યવાહી કરવા બાબતે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ દ્વારા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને કાશ્મીરમાં થયેલ હુમલા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોના ભરણપોષણ માટે તથા બાળકોના ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. મૃતકના પરિવારમાં જે પણ શૈક્ષણિક રીતે લાયકાત ધરાવતું હોય તેને સરકારી નોકરી આપવી જોઈએ. ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવા માટે સરકારે કડક પગલા લેવા જ જોઈએ. પહલગામમાં થયેલા આંતંકી હુમલામાં ભારતના જવાબદાર લોકોને આંતકવાદી જાહેર કરે અને કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં અન્ય કોઈ લોકો આવા આંતકી પ્રવૃત્તિ ના કરે. ભારત સરકાર દ્વારા આવા આંતકવાદ ચલાવતા દેશની સામે કડક પગલાં લે એવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments