Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું મોત : પરિવારમાં...

મોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું મોત : પરિવારમાં કલ્પાંત

મોરબીમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. જેને લઈને બાળકના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. બીજી તરફ આ મામલે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી ફાટક પાસે સેન્ટમેરી સ્કૂલના દરવાજા સામે નાલાની ખુલ્લી 8×8 ફૂટની જીવલેણ કુંડી આવેલ છે. આજે સાંજે 5:30 વાગ્યાના અરસામાં રવિ સનાભાઈ નાયક (ઉ. વ. 6) રહે. નવલખી રોડ લક્ષ્મી નારાયણ સોસાયટી આ કુંડીમાં પડી ગયો હતો. આ કુંડીમાં ગંદુ પાણી અને કચરો હતો.બાળક કુંડીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે.

આ બનાવને પગલે પોલીસે અકસ્માતે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાળકના પરિવારજને જણાવ્યું કે અમે માત્ર સામાન ખાલી કરવા ગયા હતા. બાળક ભાગ લેવા ગયો હતો. પાછો ન આવતા સીસીટીવીમાં જોયું હતું. બાદમાં આ કુંડીમાંથી અમે લાકડા અને સળિયાની મદદથી બાળકને બહાર કાઢ્યો હતો. પણ બાળકનો જીવ બચ્યો નહિ. જો આ કુંડી ઢાકેલી હોત તો બાળક અમારી વચ્ચે હયાત હોત. ઉલ્લેખનીય છે કે આ ખુલ્લી કુંડીને લઈને પાલિકામાં અગાઉ અનેક રજૂઆતો થઈ છે પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે બાળકનો ભોગ લેવાયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments