નડતરરૂપ 5 ઓટલા, 7 છાપરા અને 15 જેટલી રેકડીઓ દૂર કરાઈ
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે શક્તિ ચોકમાં સ્વચ્છતા અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વેળાએ અનેક નડતરરૂપ દબાણો પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે સોમવારના દિવસે ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલા શક્તિ ચોક ખાતે સ્વચ્છતા અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા. આ વેળાએ નડતરરૂપ 7 છાપરા, 5 ઓટલા અને 15 રેકડીઓ દૂર કરવામાં આવી હતી. આ સાથે વિસ્તારમાં સફાઈ રેગ્યુલર થાય છે કે કેમ તે સહિતની વિગતો કમિશનર દ્વારા મેળવવામાં આવી હતી.












