Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને માળીયામાં વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી અને માળીયામાં વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી : મોરબી શહેર અને માળીયા મિયાણા શહેરમાં પોલીસે બે અલગ અલગ દરોડામાં બે શખ્સને વિદેશી દારૂની નાની – મોટી પાંચ બોટલ સાથે ઝડપી લીધા હતા. જેમાં મોરબીના માળીયા ફાટક પાસેથી બાઈક ચાલકના કબ્જામાંથી વિદેશી દારૂ મળી આવ્યો હોય 50 હજારનું બાઈક પણ કબજે લેવાયું હતું.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક નજીક શંકાસ્પદ રીતે જીજે – 36 – એ – 8219 નંબરનું બાઈક લઈને નીકળેલા આરોપી કાસમ દિલાવરભાઈ પઠાણને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની 375 મીલી માપની 4 અડધિયા બોટલ કિંમત રૂપિયા 884 મળી આવતા 50 હજારના બાઈક સહિત 50,884નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે માળીયા મિયાણા પોલીસે તાલુકા પંચાયત કચેરી પાસેથી આરોપી આરોપી સલીમભાઈ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા રહે.માળીયા મિયાણા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 561 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments