Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઈ: બે ઝડપાયા

મોરબીમાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઈ: બે ઝડપાયા

મોરબી શહેર તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડામાં પોલીસે દેશી તેમજ વિદેશી દારૂ વેંચતા બે શખ્સને દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જો કે, વજેપરમાં પાડેલા દરોડામાં આરોપી હાથ લાગ્યો ન હતો.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાં જોન્સનગર શેરી નંબર 12માં એક્સેસ ઉપર દેશી દારૂ લીટર 90 સાથે નીકળેલા આરોપી અફઝલ મુબારકભાઈ પઠાણ રહે.રણછોડનગર વાળાને ઝડપી લઈ 18 હજારનો દેશી દારૂ તેમજ 25 હજારનું એક્સેસ કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા દેશી દારૂનો આ જથ્થો આરોપી હુસેન સીદીકભાઈ ખોડે વેચાણ માટે આપ્યો હોવાનું કબુલતા હુસેનને ફરાર દર્શાવી પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

જ્યારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે વજેપર શેરી નંબર 11માં આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની- મોટી 37 બોટલ કિંમત રૂપિયા 15,050 કબ્જે કરી આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો. જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે નેશનલ હાઇવે ઉપર સર્વિસ રોડ ઉપર એક્સેલ સિરામિક નજીકથી આરોપી હરેશ પ્રેમજીભાઈ બાવળિયા રહે. રાતાવીરડા વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments