Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્પાની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું બેની ધરપકડ

મોરબીમાં સ્પાની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું બેની ધરપકડ

મોરબી : મોરબીના સર્કિટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્પાના બે માલિકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મોરબીમાં સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમૂન સ્પાના સંચાલક ભાવેશભાઇ સદાશીવભાઈ ખમકાર તથા સહુલભાઇ વિનોદભાઇ સોલંકી સાથે મળી આ સ્થળે આર્થીક લાભ માટે બહારની મહિલાઓ રાખી ગ્રાહકો બોલાવી તેઓને બોડી મસાજના ઓઠાતળે દેહ વિક્રયની પ્રવૃત્તિ કરાવે છે. આ બાતમીના આધારે રેઇડ કરી ભાવેશભાઇ સદાશીવભાઇ ખમકાર ઉં.વ. ૩૦ ( સ્પાના માલીક ) અને રાહુલભાઇ વિનોદભાઈ સોલંકી ઉ.વ.૨૬ (સ્પાના માલીક)ને પકડી લઈ તેમની વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧૩૪૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પીઆઈ એન.એ.વસાવા, પીએસઆઈ એમ.આર.સિંધવ, એ.એસ.આઈ. જે.કે. અધારા, હેડ.કોન્સ. જગદિશભાઈ ડાંગર, જયપાલભાઈ લાવડીયા, રાજેશભાઈ ડાંગર, વિજયભાઈ બાર, પો.કોન્સ. ભાવેશભાઇ કાંટા, રાજપાલસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, વિપુલભાઈ બાલાસરા, મહિલા પો.કોન્સ. કાજલબેન સુભાષભાઈ રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments