Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadસારસ્વત સાગર પરિવાર "બ્રહ્મશક્તિ" એવોર્ડ દ્વારા ડૉ. દીપિકા જોષી (M. Com., M....

સારસ્વત સાગર પરિવાર “બ્રહ્મશક્તિ” એવોર્ડ દ્વારા ડૉ. દીપિકા જોષી (M. Com., M. Ed., Ph. D.)સન્માનિત કરવામાં આવ્યા

શિક્ષણનું સિંચન કરી, એક કર્મનિષ્ઠ અને જીવંત શિક્ષક તરીકે શિક્ષકની ગરિમાને યથાયોગ્ય સ્થાન આપી ચૌદ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં ચીર સ્મરણીય અને નિરંતર સેવાઓ આપી રહ્યાછે, બ્રહ્મ સમાજ તમને શુભેચ્છાઓ પાઠવે છે

સારસ્વત સાગર પરિવાર દ્વારા આયોજિત, સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ડૉ. દીપિકાબેન જોષીનું બ્રહ્મશક્તિ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેઓએ હાલમાં શ્રેષ્ઠ બૌદ્ધિક Ph. D.ની પદવી પ્રાપ્ત કરી, તેઓ શૈક્ષણિક યાત્રાની ચરમ સીમા સુધી પહોંચ્યા છે, જે તેમની પ્રખર વિદ્વતા અને કુનેહના દર્શન કરાવે છે. તેઓ હોલ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચત્તર માધ્યમિક શાળા, શિણાયમાં છેલ્લા નવ વર્ષથી એકાઉન્ટ વિષયના શિક્ષિકા તરીકે ફરજ બજાવી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન કરી રહ્યા છે. એક કર્મનિષ્ઠ અને જીવંત શિક્ષક તરીકે શિક્ષકની ગરિમાને યથાયોગ્ય સ્થાન આપી ચૌદ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં ચીર સ્મરણીય અને નિરંતર સેવાઓ આપી રહ્યા છો.

તેઓ એક સારા ગુજરાતી લેખિકા પણ છે અને અનેક સમાચાર પત્રોમાં નિયમિત લેખિકા તરીકે સુંદર લેખો લખી રહ્યા છે. તેમના 200થી વધુ લેખ પ્રકાશિત થઈ ગયા છે. તેમના દરેક લેખ દ્વારા તેઓ એક નૂતન સંદેશ દ્વારા સમાજને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે. તેઓ ભારતીય સંસ્કૃતિના સારા જ્ઞાતા હોવાથી આપણા દરેક તહેવારો અને વિશેષ દિવસોનું મહત્વ તેઓ લેખનના માધ્યમથી પીરસતા રહે છે.

તદુપરાંત સમાજ અને પોતાની જ્ઞાતિના કાર્યોમાં પણ સક્રિય રહી સમાજની સેવા કરી રહ્યા છે. બ્રહ્મ સમાજ તેમજ તેમનો પરિવાર આવા ઉમદા કાર્યો માટે ગૌરવ સાથે હર્ષની લાગણી વ્યક્ત કરે છે.
તેઓ ‘બ્રહ્મશક્તિ’ તરીકે આપણા સમાજના વિકાસમાં અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં તેમનું હંમેશા યોગદાન આપી આ સન્માનને ચરિતાર્થ કરે તેવી શુભેચ્છા બ્રહ્મ સમાજ તેમજ સારસ્વત સાગર પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments