Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધોરણ 12 સાયન્સ - કોમર્સના પરિણામમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓનો ઝાલાવાડમાં ડંકો

ધોરણ 12 સાયન્સ – કોમર્સના પરિણામમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓનો ઝાલાવાડમાં ડંકો

વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. સતત…..અવિરત…..કાયમી… શ્રેષ્ઠ પરિણામનો પર્યાય બની ચૂકેલી ઝાલાવાડની શૈક્ષણિક નગરી મહર્ષિ ગુરુકુળ હળવદના વિદ્યાર્થી. ધોરણ 12 સાયન્સમાં રાઠોડ અભિરાજ સિંહ 99.97 પર્સન્ટાઇલ રેન્ક મેળવી સમગ્ર ગુજરાતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આજે દિનાંક 5 મે ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ પરિણામમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો. મોરબી જિલ્લામાં કુલ 47 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ એકલા મહર્ષિ ગુરુકુલના જ 17 વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડ અને 41 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ફરી એકવાર મહર્ષિ ગુરુકુલને મોરબી જિલ્લા અને સમગ્ર ઝાલાવાડમાં સાયન્સમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા સાબિત કરી છે. ધોરણ 12 સાયન્સમાં ગુજકેટમાં મહર્ષિ ગુરુકુલના રાઠોડ પાર્થે 99.91 PR સાથે સમગ્ર હળવદ તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. તેમજ સાયન્સમાં મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓએ સમગ્ર હળવદ તાલુકામાં સળંગ 1 થી 5 નંબર મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યુંછે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ મહર્ષિ ગુરુકુળ અગ્રેસર રહ્યું. ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે ખ્યાતનામ મહર્ષિ ગુરુકુળના કોમર્સના 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 41 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સમગ્ર ઝાલાવાડમાં પરિણામની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખી છે

આમ, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના સમગ્ર પરિણામમાં માત્ર તાલુકા, જિલ્લા નહીં પણ ઝાલાવાડમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શિક્ષણની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
આટલું ઉચ્ચ પરિણામ મેળવવા બદલ મહર્ષિ ગુરુકુલ હળવદના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે આગળના વર્ષોમાં હજુ વધારે સારું પરિણામ મેળવવા શુભેચ્છા પાઠવી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments