Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સીરામીક ઉદ્યોગકારોએ જીવીટી ટાઈલ્સમાં ભાવ વધારો મક્કમતાથી લાગુ કરવાનો નિર્ણય જાહેર...

મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ જીવીટી ટાઈલ્સમાં ભાવ વધારો મક્કમતાથી લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યો

જીવીટી 600 1200 mmના ભાવમાં અગાઉ રૂ.2 પ્રતિ ફૂટનો ભાવ વધારો જાહેર થયો હતો, તેની રિવ્યુ બેઠક યોજાઈ : તમામ ઉત્પાદકોએ ઓછા ભાવે માલ ન વેચવાનો નિર્ણય લીધો

મોરબી : મોરબીમાં જીવીટી ટાઈલ્સનું મેન્યુફેક્ચરિંગ કરતા ઉદ્યોગકારોએ આજે રિવ્યુ બેઠકમાં ભાવ વધારા સાથે જ માલ વેચવાના અનોખા શપથ લીધા હતા. માર્કેટમાં ગળાકાપ હરીફાઈ ન સર્જાય તે માટે ઉદ્યોગકારોએ આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

મોરબીમાં તાજેતરમાં મોરબી જીવીટી 600× 1200 mm ટાઇલ્સનું ઉત્પાદન કરતા 110 ઉદ્યોગકારોની રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠક અંગે મોરબી સિરામિક એસોસિએશનના વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે અગાઉ એપિલ મહિનામાં બેઠક યોજાઈ હતી. જેમાં ટાઈલ્સમાં 1 મેથી રૂ.2 પ્રતિ ફૂટનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ લાગુ થઈ ગયા છે. ત્યારે આજની રિવ્યુ બેઠકમાં ઉદ્યોગકારોએ અનોખી રીતે શપથ લીધા હતા કે તેઓ નવા ભાવે જ માલ વેચશે અને એસોસિએશનના તમામ નિયમોનું પાલન કરીને જ વેપાર કરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments