Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા 70 શખ્સોને દંડ ફટકાર્યો

મોરબી મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા 70 શખ્સોને દંડ ફટકાર્યો

મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તારીખ 1 મેથી 5 મે દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા કુલ 25 આસામીઓ પાસેથી રૂપિયા 16,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તથા ગંદકી કરતા 44 આસામીઓ પાસેથી 18,100 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા એક આસામી પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સાથે જ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહે૨માં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments