Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ત્રણ ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો, સગીરનું નામ ખુલ્યું

મોરબીમાં ત્રણ ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો, સગીરનું નામ ખુલ્યું

નેત્રમ સીસીટીવી કેમેરાને આધારે એ ડિવિઝન પોલીસે વાહનચોરને પકડ્યો

મોરબી : મોરબી શહેરમા સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી ઝડપી લઈ ચોરીમાં ગયેલા ત્રણ બાઈક સાથે ઝડપી લીધો હતો.વધુમાં બાઈક ચોરી કરનાર આ શખ્સે વાહન ચોરીમાં સગીર આરોપીની સંડોવણી કબુલતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બતમીદારોના નેટવર્ક અને નેત્રમ સીસીટીવી નેટવર્કના આધારે શહેરમા અલગ અલગ ત્રણ બાઈકની ચોરીને અંજામ આપનાર આરોપી ઈરફાન યાસીનભાઈ કટિયા રહે.જોન્સનગર મોરબી વાળાને ત્રણ ચોરાઉ બાઈક કિંમત રૂપિયા 95 હજાર સાથે ઝડપી લીધો હતો.વધુમાં આરોપીએ બે બાઈક સીટી એ ડિવિઝન અને એક બાઈક સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કર્યાનું કબૂલી વાહનચોરી કરવામાં સગીરની સંડોવણી પણ કબુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

આ સફળ કામગીરીમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર,જે.સી.ગોહીલ પો.સબ.ઇન્સ, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ એ.એસ.આઈ, વિજયદાન હરદાન એ.એસ.આઈ, હિતેષભાઈ વશરામભાઇ HC, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ PC, કપિલભાઈ હિતેષભાઇ PC, પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ PC, જયદિપભાઈ રાજેશભાઈ PC સહિતના પોલીસ અધિકારી ઓ જોડ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments