Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જિલ્લા સંચારી રોગચાળા અટકાયત અંગેની ત્રિમાસિક બેઠક યોજાઈ

મોરબીમાં જિલ્લા સંચારી રોગચાળા અટકાયત અંગેની ત્રિમાસિક બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળા વિશે સમીક્ષા કરી પાણીજન્ય રોગચાળા અટકાયત માટે પાણીના સંપ પર સઘન ક્લોરીનેશનની કામગીરી વધારવા જણાવવામાં આવ્યું હતું. આગામી વર્ષાઋતુ સંદર્ભે રોગચાળા અટકાયતી કામગીરીનું સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા સહિતના રોગની જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી પાઇપલાઇન લીકેજ નોંધણી, શોધખોળ અને રીપેરીંગ કામગીરી બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાત્સવ, આર.સી.એચ.ઓ. ડો. સંજય શાહ, ડીએમઓ વિપુલ કારોલીયા, ઈએમઓ ડો. ડી.વી. બાવરવા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments