Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ભર ઉનાળે ચોમાસું જામ્યું, ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ...

મોરબી જિલ્લામાં ભર ઉનાળે ચોમાસું જામ્યું, ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તેમ વરસાદી માહોલ જામ્યો છે. ઉનાળો કપાઈ ગયો હોય અને સીધી જ ચોમાસાની શરૂઆત થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મોરબી જિલ્લામાં આજે બપોરે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો અને ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો હતો.અનેક જગ્યાએ ભારે પવન અને આંધી સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. કમોસમી વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે. પણ ઉનાળું પાકમાં નુકસાન થયું હોવાની ખેડૂતોએ રાવ કરી છે.

મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. બપોર 3 વાગ્યા પછી માળિયામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો ઘાંટીલા ગામમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો આ તરફ હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે. ટીકર રણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ગામમાં પાણી ભરાયા હતા. મોરબી તાલુકાની વાત કરીએ તો, મોરબી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે. મોરબી શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. આ તરફ ટંકારામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જ્યારે વાંકાનેરમાં સવારના સમયે આશરે અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments