Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના મિતાણા નજીક કાર અને રોકડની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રાજસ્થાન...

ટંકારાના મિતાણા નજીક કાર અને રોકડની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રાજસ્થાન ભાગેલા તસ્કરને ઝડપી લેતી એલસીબી

મોરબી : ટંકારાના મિતાણા પાસે પાર્ક કરેલી બલેનો કાર અને તેમાં રાખેલ રૂ.25 હજારની રોકડ ચોરી કરનાર શખ્સને એલસીબીની ટીમે રાજસ્થાનથી શોધી લાવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૨/૦૪/૨૦૨૫ના રોજ મોરબી -રાજકોટ હાઇવે ઉપર મીતાણા ગામની સીમમાં યદુનંદન પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંના પાર્કીંગમાંથી કોઇ અજાણ્યો શખ્સ ફરિયાદી અંબરીશકુમાર હેમરાજભાઇ ભીમાણી રહે.રાજકોટ માર્કેટીંગયાર્ડ મુળ રહે. જોડીયાવાળાની ગ્રે કલરની બલેનો ગાડી નંબર GJ 36 AF 7261 તથા રોકડા રૂપિયા ૨૫,૦૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટવાળો થેલો સહિત કુલ રૂ.૬,૨૫,૦૦૦/-ના મુદામાલની ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબીએ તપાસ શરૂ કરી હતી. એલસીબીએ એક ટીમને બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમને અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોંપી હતી. તપાસમાં માલુમ પડ્યું કે ચોરી કરનાર અજાણ્યો શખ્સ રાજસ્થાન રાજ્યનો વતની છે. અને હાલે આ બલેનો ગાડી સાથે તે રાજસ્થાન રાજ્યના રાજસમદ જીલ્લાના સીમ ખાતે હોવાની ચોક્કસ હકીકત મળેલ હોય ટીમે રાજસ્થાન જઈ વિજયસિંહ રામસિંહ રાવત રહે. ખોડીયા તા.સોજત જી.પાલી રાજસ્થાન વાળાને બલેનો ગાડી તથા રોકડા રૂપિયા ૨૫૦૦૦/- તથા બે મોબાઇલ ફોન સાથે પકડી લીધો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી અફીણનો બંધાણી હોય અને પોતે કોઇ કામ ધંધો કરતા ન હોય તેમજ આવકના કોઇ સ્ત્રોત ન હોય જેથી પોતે અગાઉ પણ રાજસ્થાન રાજ્યના બ્યાવર અજમેર, જેતારણ (પાલી),બગડી (પાલી), સોજત પાલે સીટી સિરોહી, રાજસમદ, ભિલવાડા તેમજ ગુજરાતના હિમંતનગર તથા ટંકારા ખાતેથી અલગ-અલગ વાહનો જેવા કે, ટ્રાવેરા બોલેરો પીક અપ, કેમ્પર તથા બલેનો જેવી ગાડીઓની ચોરી કરી તેની નંબર પ્લેટો કાઢી નાખી રાજસ્થાનમાં એન.ડી.પી.એસ.નો ધંધો કરતા બુટલેગરોને સસ્તા ભાવે ગાડીઓ વેચી નાખી તેના રૂપીયા માંથી પોતે મોજ શોખ તથા વ્યસન પાછળ ખર્ચ કરવાની ટેવ ધરાવે છે. આ શખ્સ સામે રાજસ્થાનમાં 25 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી. પંડયા, પીઆઇ વી.એન.પરમાર પોલીસ, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, એસ.આઈ પટેલ તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જોડાયેલ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments