Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતિયાનું SSCનું ઉત્કૃષ્ટ પરિણામ

માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતિયાનું SSCનું ઉત્કૃષ્ટ પરિણામ

ટંકારા: માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતિયા માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ રહ્યો છે. શાળાએ માર્ચ 2025માં લેવાયેલી એસ.એસ.સી. (ધોરણ 10)ની પરીક્ષામાં 100% પરિણામ હાંસલ કર્યું છે. પરીક્ષામાં બેઠેલા તમામ 32 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે, જે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સખત મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે. આ વર્ષના પરિણામમાં વિદ્યાર્થીઓએ અસાધારણ દેખાવ કર્યો છે.

જેમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં શાળા કક્ષાએ પ્રથમ નંબરે ડાભી દિવ્યા રણજીતસિંહ- 97.76%, બીજા નંબરે ખાખરીયા અંકિતા અશોકભાઈ – 97.14% અને ત્રીજા નંબર પર ચાવડા ગાયત્રી હેમંતભાઈ- 97.02 % આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ ગુણ મેળવીને શાળાની શૈક્ષણિક ગુણવત્તાની સાબિતી આપી છે.

શાળાના આચાર્યએ તમામ સફળ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શાળાના શિક્ષકોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની લગન અને શિક્ષકોના માર્ગદર્શનનું પરિણામ છે. શાળા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટે કટિબદ્ધ છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતિયા સમગ્ર પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments