Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પુરુષાર્થ ક્લાસીસે ધોરણ 10ના પરિણામમાં મેદાન માર્યું

મોરબીના પુરુષાર્થ ક્લાસીસે ધોરણ 10ના પરિણામમાં મેદાન માર્યું

મોરબી : મોરબી શહેરના જાણીતા ટ્યુશન ક્લાસિસ “પુરુષાર્થ ક્લાસીસ” દ્વારા ધોરણ 8 થી 12 કોમર્સ સુધીના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી ગુણવત્તાવાળી શિક્ષણસેવામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે.

વર્ષ 2024-25 ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓએ 100% પરિણામ સાથે પોતાના અભ્યાસમાં ઉત્કૃષ્ટતા દર્શાવી છે. ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના સતત માર્ગદર્શન અને માતા-પિતાની સહયોગથી આ પરિણામ શક્ય બન્યું છે. અમારું લક્ષ્ય માત્ર પાસ કરાવવાનું નહીં પણ વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્કૃષ્ઠ સફળતા અને જીવનમૂલ્યો મળે એ છે.”

વધુમાં ક્લાસીસના અન્ય સંચાલક વિશાલભાઈ બરાસરાએ ઉમેર્યું કે, “આ સિદ્ધિ પાછળ સંસ્થાનું ધ્યેય, દૃઢતા અને સૌથી ખાસ વાત અમારું સૂત્ર “હું છું ને તારી સાથે” રહેલું છે.
આ સૂત્ર માત્ર શબ્દો નથી, પણ દરેક વિદ્યાર્થી માટે આત્મવિશ્વાસ, સથવારેવું માર્ગદર્શન અને અસીમ સમર્પણનો સંદેશ આપે છે.”, “અમે દરેક વિદ્યાર્થીના સપનાને પોતાનું માનીએ છીએ. એટલે જ જ્યારે અમે કહીએ છીએ કે, હું છું ને તારી સાથે,
ત્યારે તેના પાછળ અમારી શિક્ષક ટીમ, સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ અને સમર્પિત અભ્યાસ પદ્ધતિઓ હોય છે.” માતાપિતાઓનો પ્રતિસાદ પણ ખૂબ જ હકારાત્મક રહ્યો. વાલીઓએ ભાવુક થઈને કહ્યું કે, “જ્યારે પણ અમારા બાળકોએ અધ્યયનમાં મૂંઝવણ અનુભવી, ત્યારે પુરુષાર્થ ક્લાસીસના શિક્ષકોએ તેમને સાચી રીતે કહ્યું –
હું છું ને તારી સાથે – અને એ સાચું સાબિત કર્યું.”

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments