વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા લાલજીભાઈ ગોવિંદભાઇ સાકળિયા ઉ.34 નામના યુવાનનું બાઈક ગત તા.3 એપ્રિલના રોજ સ્લીપ થયા બાદ તબિયત સારી થતા પોતાના ઘેર જતા રહ્યા હતા જે બાદ તા.10ના રોજ તબિયત લથડતા બેભાન બની જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










