મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આવતીકાલે તારીખ 13 મેથી વિદ્યાર્થી સહાયતા કેન્દ્રનું આયોજન કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓએ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે GCAC પોર્ટલ પર ફોર્મ ભરવું આવશ્યક છે. જેના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા “વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર”પર gacs પોર્ટલ પર કોઈ પણ જાતના વધારાના ચાર્જ વગર ફ્રી ઓફ કોસ્ટ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. Help desk ની માહિતી માટે સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં GIDC પાસે, ચિત્રકૂટ સોસાયટી, કેશવ કુંજ, સંઘ કાર્યાલયથી મેળવી શકશો. વધુ માહિતી માટે મો.7862842028, 9371320002, 9510761400 પર સંપર્ક કરી શકાશે.










