Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયાના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા. સાહેબની પધરામણી થશે

માળિયાના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા. સાહેબની પધરામણી થશે

માળિયા (મિયાણા) : પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ આગામી તારીખ 15 મેના રોજ ખાખરેચી ગામે પધરામણી કરશે. જેને લઈને ખાખરેચી ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચી ગામના રાજપુત સમાજના દીકરીબા છાયાબા બાબુભા રાઠોડે આજથી 6 વર્ષ પહેલા ચેન્નઈમાં પ.પુ. આચાર્ય તીર્થભદ્દ સુરીશ્વર મહારાજ સાહેબ પાસેથી દિક્ષા અંગીકાર કરી હતી અને તેઓ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ બન્યા હતા. ત્યારે દિક્ષા અંગીકાર કર્યા બાદ 6 વર્ષ પછી તેઓ પોતાના સાંસારિક વતન ખાખરેચી ગામે પધારી રહ્યા છે. ત્યારે ખાખરેચી સંઘના, ગામના તેમજ રાઠોડ પરિવારના લોકો દ્વારા તેમનું ભવ્ય સામૈયું સવારે 8-30 કલાકે કરવામાં આવશે. ખાખરેચી પાંજરાપોળ બાજુથી સામૈયું શરૂ કરવામાં આવશે. તો આ પ્રસંકે ખાખરેચી ગામના ભાઈઓ-બહેનોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments