મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો 21 મો પાટોત્સવ મહંત ભાવેશ્વરી માં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે યજ્ઞ, મહાઆરતી મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, ત્રિભોવનભાઈ, ભાલોડીયા ઓડીયા સાહેબ, ઠાકરશીભાઈ, પાંચોટિયા, ભુદરભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ દેત્રોજા, નરશીભાઈ શેરસિયા , રમેશભાઈ શેરસિયા, જગદીશભાઈ ખાવડીયા, કેતનભાઈ બોપલીયા , જયંતિભાઈ શેરસિયા, કેશુભાઈ દલસાડીયા, દેવકણભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલીયા, દિલીપભાઈ, રાજુભાઈ, વગેરે જોડાયા હતાં અને આશ્રમના સેવક બહેનો ભાઈઓ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું છે.















