Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શનાળા રોડ ઉપર ખુલ્લી ભૂગર્ભની કુંડીથી અકસ્માતનું જોખમ

મોરબીના શનાળા રોડ ઉપર ખુલ્લી ભૂગર્ભની કુંડીથી અકસ્માતનું જોખમ

મોરબીના શનાળા રોડ ઉપર મહારાષ્ટ્ર બેન્કના ખુંણા પાસે આવેલી ભૂગર્ભ ગટરની કુંડી અગાઉ તૂટી ગઈ હોવાથી જોખમી બની ગઈ છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે,આ ભૂગર્ભની કુંડી તૂટી જવાથી ખુલ્લી થઈ ગઈ છે.આથી અકસ્માતનું જોખમ વધ્યું છે. એક તો આ વિસ્તાર ઉપર અસામાન્ય વાહન ધસારો રહે છે. મુખ્ય રોડ હોવાથી વાહનોની ખૂબ મોટી અવરજવર હોવાથી અનેક વાહનો આ ખુલ્લી કુંડીમાં ફસાઈ જાય છે.તેમજ અવારનવાર ખુલ્લી કુંડીમાં ગયો પડી જાય છે. આથી આ જોખમી કુંડીમાં ઢાંકણ ઢાંકવા માટે સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજુઆત કરી છે. તેમ છતાં પણ નીંભર તંત્રને આજ સુધીમાં આ ખુલ્લી કુંડીમાં ઢાંકણ ઢાંકવાની ફુરસદ મળી નથી. તેથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. આથી સ્થાનિકોએ તંત્ર સમક્ષ વહેલીતકે આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments