મોરબી : મોરબીમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉતરોતર વિકાસ સાધી દરેક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી હમેશા વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરનાર નામાંકિત નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા ફરી એકવાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને અમલી બનાવ્યો છે. નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયાની દ્વારા વિદ્યાર્થીઓ માટે આવકારદાયક પહેલ કરવામાં આવી છે.જેમાં નવયુગ ગ્રૂપ દ્વારા ધો.10 બોર્ડની પરીક્ષામાં કોઈપણ સમાજના એવન ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આગળના ઉચ્ચ અભ્યાસ માટે શિક્ષણ ફ્રી માફીની જાહેરાત કરવામાં આવી છે. વહેલા તે પહેલાંના ધોરણે આ શિક્ષણ ફી માફીનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગ સીસીટીવી કેમેરાથી સજ્જ, આધુનિક લેબ. કોમ્યુટર, સંપૂર્ણપણે કોલીફાઇડ શિક્ષકો સહિત સ્ટાફ, લાઈબ્રેરી, એસી કલાસરૂમ, 26 વર્ષથી ચાલતી આ શૈક્ષણિક સંસ્થા તમામ સુવિધાઓથી સજ્જ છે.નવયુગ ગ્રૂપ દરેક વિદ્યાર્થીઓના હિતમાં સરાહનીય કાર્ય કરે છે. તેથી ધો.10માં એવન ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલી શિક્ષણ ફી માફીનો તાકીદે લાભ લેવા સંસ્થાના સુપ્રીમોપી.ડી.કાંજીયાનીએ અનુરોધ કર્યો છે.












