Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઓનલાઈન ગેમિંગ એપ ઉપર પ્રતિબંધ મુકો : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ...

ઓનલાઈન ગેમિંગ એપ ઉપર પ્રતિબંધ મુકો : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા

મોરબી : હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનો ચસ્કો વધી રહ્યો છે. ઓનલાઈન ગેમિંગથી પૈસા બનાવવાની લાલચમાં યુવાનો પોતાના પરિવારની બરબાદી તરફ વળી રહ્યા છે. તેમજ આવા ઓનલાઈન ગેમિંગના ચસ્કાના કારણે યુવાનોએ આત્મહત્યા કરી હોવાના પણ બનાવો બન્યા છે. ત્યારે આ ઓનલાઈન ગેમિંગ એપ પર પ્રતિબંધ લાદવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સમક્ષ લેખિત માગ કરી છે.

પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કોઈ વ્યક્તિ તીનપત્તી કે અન્ય જુગાર રમતા પકડાય તો તેને પકડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તો આ ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનથી ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં ? આ ઓનલાઈન ગેમિંગના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે. તેથી યુવાનો બરબાદી તરફ ન વળે અને આત્મહત્યા ન કરે તેવા આશયથી ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનો પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માગ કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments