Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiતુર્કી અને અઝરબાઇજાનના ટ્રાવેલ પેકેજને બાયકોટનો નિર્ણય જાહેર કરતું મોરબી રેઇન્બો ટ્રાન્સવર્લ્ડ

તુર્કી અને અઝરબાઇજાનના ટ્રાવેલ પેકેજને બાયકોટનો નિર્ણય જાહેર કરતું મોરબી રેઇન્બો ટ્રાન્સવર્લ્ડ

મોરબી: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત આંતકવાદ વિરોધી પગલાં લેતું હોવા છતાં તુર્કી અને અઝરબાઇજાન નામના બે દેશોએ પાક.ને સમર્થન આપ્યું હોવાથી મોરબી રેઇન્બો ટ્રાન્સવર્લ્ડ દ્વારા આ બન્ને દેશોના મહત્વપૂર્ણ ટ્રાવેલ પેકેજને જાકરો આપી પાકિસ્તાનને આર્થિક રીતે કમજોર કરવાની ભારતની નીતિને સમર્થન આપી દેશભક્તિને ઉજાગર કરી છે.

ભારતે પાકિસ્તાનને આંતકવાદના બદલામાં મુહતોડ જવાબ આપ્યો હતો. ત્યારે બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈ સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે આર્થિક રીતે પણ પાકિસ્તાનને કમજોર કરવા માટે મોરબી રેઇન્બો ટ્રાન્સવર્લ્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ ભરી સ્થિતિમાં તુર્કી અને અઝરબાઇજાન (બાકુ) જેવા દેશો પાકિસ્તાનના સમર્થનમાં આવ્યા હતા. જેથી બન્ને દેશના ટ્રાવેલ પેકેજને બાયકોટ કરવાનો મહત્ત્વ પુર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments