મોરબી : અમદાવાદના લૂંટના ગુનામાં ફરાર આરોપીને માળિયા મિયાણા પોલીસે પકડી લઈ તપાસ હાથ ધરતા તેની પાસેથી પાંચ ચોરાઉ ટુ વ્હીલર પણ મળી આવતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસુબભાઇ મુસાણી રહે-અમદાવાદ વાળો ચોરી કરેલા મોટર સાઇકલ સાથે માળીયા વિસ્તારમા આટાફેરા કરે છે અને તેની પાસે લાલ કલરનુ બજાજ પલ્સર બાઇક છે. જેના આધારે પોલીસે ઇસુબભાઇ હબીબભાઇ મુસાણીની અટકાયત કરી પુછપરછ કરતા તેને અમદાવાદ શહેર, ગાંધીધામ અને જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ સાથે પોલીસે પાંચ મોટર સાયકલ પણ કબ્જે કર્યા છે.
વધુમાં પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી રેલ્વેમાં મુસાફરી કરી રેલ્વે સ્ટેશનની આજુબાજુમાં પાર્ક કરેલ બાઇકના લોક ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ઓરીજનલ નંબર પ્લેટ કાઢી ડુપ્લીકેટ નંબર પ્લેટ લાગાવવાની સસ્તામાં બાઇક વેચી પણ દેતો હતો. આ આરોપી અગાઉ લુંટ, બાઇક ચોરી, મોબાઇલ ચોરી તથા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ છે.
આ કામગીરીમાં પીઆઇ આર.સી.ગોહિલ, સર્વેલન્સ સ્ટાફના ASI વનરાજસિંહ બાબરીયા, HC સમરથસીંહ ઝાલા, PC હરપાલસિંહ રાજપુત, જયપાલસિંહ ઝાલા, બીપીનભાઇ પરમાર, રવિભાઇ મીયાત્રા, રાયમલભાઇ શીયાર, રાજદિપસિંહ ઝાલા, મોસીન સિદી, તુષાર કણઝરીયા સહિતના રોકાયેલ હતા.









