Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણાની દિકરીના જન્મદિવસે મહા રક્તદાન શિબિર યોજાશે

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણાની દિકરીના જન્મદિવસે મહા રક્તદાન શિબિર યોજાશે

મોરબી : તા. ૨૨/૦૫/૨૦૨૫ – મોરબી શહેર ભાજપના ઉપાધ્યક્ષ આરતીબા રાણાના દિકરીબા એવા બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિર ગુરૂવાર, તા. ૨૨ મે ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૧૨:૦૦ કલાક સુધી સંસ્કાર બ્લડ સેન્ટર, GIDC મેઈન રોડ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ, મોરબી-૧ ખાતે યોજાશે. આ મહાન સેવાકાર્યમાં અનેક વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

જેમાં કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય,મોરબી-માળિયા), ડો. જયંતીભાઈ ભાડેસીયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી), જયંતીભાઈ રાજકોટિયાવ(મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ), લાખાભાઈ જારીયા (પૂર્વ પ્રમુખ, મોરબી શહેર ભાજપ), બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), પ્રદીપભાઈ વાળા (પ્રદેશ અગ્રણી,ભાજપ), દશરથસિંહ ઝાલા- અદેપર (પ્રમુખ, રાજપૂત સમાજ મોરબી), રીસીપભાઈ કૈલા (મોરબી શહેર ભાજપ પ્રમુખ) તેમજ અન્ય ગણમાન્ય મહેમાનોનું પણ આ પ્રસંગે સન્માનભેર સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોએ સહભાગી થવા અને વધુમાં વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું છે. આ અભિયાનમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે દાતા તરીકે આપની હાજરી આપવી સૌનું નૈતિક કર્તવ્ય છે.

સહયોગ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ – મોરબી સંચાલિત
આયોજક :આરતીબા રાણા
ઉપાધ્યક્ષ, મોરબી શહેર ભાજપ
સંપર્ક: ૯૫૮૬૦ ૭૦૫૭૨

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments