Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ ઠારતા બચુબાપાને ટાટિયા ભાંગી નાખવાની ધમકી મળી

મોરબીમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ ઠારતા બચુબાપાને ટાટિયા ભાંગી નાખવાની ધમકી મળી

મોરબીમાં જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે વર્ષોથી સેવાની ધૂણી ધખાવનાર એવા બચુબાપાએ ફોન ઉપર ટાંટિયા ભાંગી નાખવાની ધમકી મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. બચુબાપાએ આ અંગે જણાવ્યું છે કે મને અસામાજિક તત્વોએ ધમકી આપી છે. આ સંજોગોમાં મને કંઈ થાય તો આ ફોનમાંથી રેકોર્ડિંગ સાંભળી લેજો.

મોરબીના સ્ટેશન રોડ ઉપર અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓને ફોન ઉપર ધમકી મળી રહી છે. જેમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે તમારા ટાંટિયા ભાંગી નાખીશું. વધુમાં તેઓએ કહ્યું કે હવે જો મને કંઈ થાય તો આ ફોનમાં મુસ્તાક કટીયાના રેકોર્ડિંગ છે તે સાંભળી લેજો. ઉલ્લેખનીય છે કે અગાઉ બચુબાપાને ત્યાં આ જ અસામાજિક તત્વોએ આતંક મચાવી તોડફોડ કરી હતી. આ બનાવ વખતે ધારાસભ્ય અને ડીવાયએસપીએ તુરંત કાર્યવાહીની સૂચના આપતા એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ મુસ્તાક ફતેમહંમદ કટિયા રહે.રણછોડનગર અને એઝાઝ રહે.લાયન્સનગર સામે કલમ 506 અને 502 હેઠળ ગુનો નોંધીને બન્નેને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments