Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રિપલ અકસ્માત: બોલેરોના ડ્રાઇવરને ઈજા

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રિપલ અકસ્માત: બોલેરોના ડ્રાઇવરને ઈજા

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક, બોલેરો પીક-અપ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે અકસ્માત સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઇવે પર સનોરા સિરામિકની બાજુમાં આજે બપોરના અરસામાં એક ટ્રકે બોલેરો પિક-અપને ટક્કર મારતા ત્યાં રહેલી એક કાર પણ હડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં વાયર ભરેલી બોલેરો પિક-અપ પલ્ટી મારી ગઈ હતી. તેના ડ્રાઇવરને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ બોલેરોને સાઈડમાં કરવા ક્રેનની મદદ લેવાઈ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments