મોરબી : મોરબીના હોમગાર્ડના જવાને 8 વર્ષની દીકરીનું તેના પિતા સાથે મિલન કરાવ્યું હતું.જેમાં મળતી વિગતો અનુસાર દિવસમાં હોમગાર્ડમાં મોરબીના ન્યૂ બસ સ્ટેશનના પોઇન્ટ પર ફરજ બજાવતા એસ ટી ગોસાઈભાઈ સનદ નંબર 239 ને એક 8 વર્ષની દીકરી બસ સ્ટેશન પર મળી આવી હતી. આથી તેઓએ ભારે જહેમત ઉઠાવીને તેમના માતા પિતા જોડે સંપર્ક કરાવી આપ્યો છે. તે બદલ તમામ મોરબી યુનિટ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.










