Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસના જુગારધામ પર બે દરોડા: પાંચ...

મોરબી સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસના જુગારધામ પર બે દરોડા: પાંચ પતાપ્રેમી ઝડપાયા

મોરબી શહેર અને તાલુકામાં બે અલગ અલગ દરોડામાં પોલીસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા ચાર આરોપીઓને તેમજ અન્ય કિસ્સામાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા એક શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડના જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુશાલ, સાગરપુરી નિતીનપુરી ગૌસ્વામી, ઇમરાન ગફારભાઈ પરમાર અને મહમદભાઈ જીવાભાઈ પરમારને જુદા જુદા દરની ચલણી નોટ રકમ રૂ.2700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સંજય અવચરભાઈ ઝંઝવાડીયા રહે.વીસીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 520 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments