Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઓપરેશન સિંદૂરને બિરદાવવા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી નીકળી

ઓપરેશન સિંદૂરને બિરદાવવા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી નીકળી

મોરબી : ગઈકાલે તારીખ 19 મેના રોજ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાના અધ્યક્ષ સ્થાને આ સિંદૂર રેલી યોજાઈ હતી.

સિંદૂર રેલીમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ભાજપ મહિલા મોરચાની જિલ્લાની સમસ્ત ટીમ, તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, તેમજ સમાજના આગેવાન બહેનો સાથે જોડાઈ અંદાજિત આ કાર્યક્રમમાં 150 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં સિંદૂર યાત્રાના પ્લે કાર્ડ તથા સિંદુર અને દીપ પ્રાગટ્ય કરી મોરબી નગર દરવાજાના ચોકથી મહાનગરપાલિકા સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી રેલીને પૂર્ણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments