મોરબી : સમસ્ત જાડેજા પરિવાર દ્વારા માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે મોમાઈધામ મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રતિષ્ઠા યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, કુળદેવી અને મૂર્તિના ન્યાસ, ધ્યાન, નવચંડી યજ્ઞ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને અભિજિત મુર્હતમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
મોમાઈ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાનપદે જયદીપ એન્ડ કંપનીના સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવારના દિલુભા જાડેજા અને જયુભા જાડેજા બિરાજ્યા હતા મહોત્સવમાં કબરાઉં ધામના મહંત ચારણઋષિ સહિતના સંતો-મહંતો ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા














