Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચરાડવાના મહાકાળી મંદિરના 133 વર્ષના દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા

ચરાડવાના મહાકાળી મંદિરના 133 વર્ષના દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા

મોરબી : ચરાડવા ખાતે આવેલા મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુએ આજે વહેલી સવારે 5:30 વાગ્યે દેહ છોડ્યો છે. જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આશ્રમ ખાતેથી ચરાડવા નગરમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે 5:00 વાગ્યે સમાધી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પૂજ્ય દયાનંદગીરી બાપુનો જન્મ 04-11- 1892 કાર્તિક સુદ પુનમના રોજ થયો હતો. તેઓ 133 વર્ષના હતાં. તેઓનો ખુબ મોટો સેવક વર્ગ હતો. તેમના દેહ ત્યાગથી સેવકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments