Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પાનેલીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કિશોરાવસ્થા દિવસની ઈજવણી કરાઈ

મોરબીના પાનેલીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કિશોરાવસ્થા દિવસની ઈજવણી કરાઈ

મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી મોરબી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા દ્વારા કિશોરીઓને શારીરિક માનસીક તેમજ વર્તનમાં થતાં ફેરફારો વિશે, પોષણ, વ્યસન, નાની વયે થતા લગ્નમાં જોવા મળતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને IFA, સેનેટરી પેડ, તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ પૌસ્ટિક ભોજન અને જ્યુસની મજા કરાવી હતી. કાર્યક્રમમાં સીએચઓ ખુશબુબેન પટેલ દ્વારા પર્શનલ હાઈઝિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. ઉજવણી દરમ્યાન પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ હડિયલે ખાસ ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા આશાવર્કર બહેનો મીનાબેન સોલંકી, રમીલાબેન સોલંકી, જયશ્રીબેન સોલંકી અને વનિતાબેન સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments