Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નીલકંઠ વિદ્યાલય અને ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર...

મોરબીની નીલકંઠ વિદ્યાલય અને ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ચિત્ર અને ક્વીઝ સ્પર્ધા યોજાઈ

મોરબી : હાલની પરિસ્થિતિમાં સમગ્ર ભારત દેશને ગૌરવ આપતા ઓપરેશન સિંદૂર વિષય પર મોરબીની નીલકંઠ વિદ્યાલયના તેમજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ચિત્ર સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આજે નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર વિશે ચિત્ર સ્પર્ધા અને સાંપ્રત પ્રવાહના પ્રશ્નો અંગે જનરલ કવિઝમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નીલકંઠ સ્કૂલના 70 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ઓપરેશન સિંદૂર થીમ પર ભારતીય સેનાના વીર જવાનોની શોર્ય ગાથા રજૂ કરતા ચિત્રો દોર્યા હતા અને ડ્રોઈંગ સીટમાં વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદુરને સફળ બનાવવા માટે ભારતીય સેનાનો અપ્રતિમ સાહસને વર્ણવ્યું હતું.જેમાં સૌથી શ્રેષ્ઠ ચિત્રો દોરનાર વિદ્યાર્થીઓને પ્રથમ ત્રણ ક્રમાંક આપી પ્રોત્સાહિત કરાયા હતા. નીલકંઠ સ્કૂલ અને ઇન્ડિયન લાયોનેસ કલબ-મોરબી આયોજિત ચિત્ર સ્પર્ધાની સાથે જનરલ કવિઝનું આયોજન કરાયું હતું. જેમાં ખાસ કરીને વર્તમાન પ્રવાહના પ્રશ્નો સંરક્ષણ મંત્રી કોણ, ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં કોના કોના યોગદાન અને ડિફેન્સ એકેડમીની ત્રણ પાંખની કાર્ય પ્રણાલી તેમજ શિક્ષણ પ્રણાલી સહિતના જટિલમાં જટિલ પ્રશ્નો પુછાયા હતા. આમ છતાં પણ વિદ્યાર્થીઓએ આ અઘરા સવાલોના જવાબો આસાની આપીને વર્તમાન પ્રવાહ વિશે ઉડા જાણકાર હોવાનું ચરિતાર્થ કર્યું હતું. આ જનરલ કવિઝમાં તમામ વિદ્યાર્થીઓએ અઘરા સવાલોના જવાબો આપી ઉત્સાહભેર ભાગ લેતા પ્રથમ ત્રણ વિજેતાને પ્રોત્સાહિત કરાયાં હતા. નીલકંઠ સ્કૂલ અને ઇન્ડિયન લાયોનેસ કલબે આ બન્ને સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને ગૌરવ વ્યક્ત કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments