મોરબી : વલસાડ જીલ્લાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS) નાઓની સુચના અને પો,ઈન્સ. ઉત્સવ બારોટ, એલ.સી.બી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના મર્ડર, ધાડ- લુંટ, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ એલ.સી.બી. વલસાડ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
આ કામગીરી અન્વયે વાપી ટાઉન વિસ્તારમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ ધીરેન્દ્ર શુકલા રહે. હાલ, વાપી ભડકમોરા ઝુંપડપટ્ટી વિનોદ રમણની ચાલ તા.વાપી જી.વલસાડ મુળ રહે, નગવાખાસ, તા.રૂદ્રપુર જી.દેવરીયા ઉતરપ્રદેશ નાઓ ઘણા વર્ષોથી નાસતો ફરતો હોય જે બાબતે ગુનાના કામે અગાઉ અટક કરેલ આરોપીઓની માહિતી એકઠી કરી વોન્ટેડ આરોપીની તપાસ કરવા સારૂ એક ટીમ આરોપીના મુળ વતન ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ અને ટીમના માણસો દ્વારા આરોપીના વતનમાં કેમ્પ રાખી પોલીસ તરીકેની ઓળખ છતી ન થાય તે રીતે સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ઉભું કરી આરોપીની માહિતી મેળવતા આરોપી હાલમાં વલસાડ ખાતે કાંક રહેતો હોવાની હકીકત મળી આવેલ જે આધારે ટીમના માણસો દ્વારા આરોપીના કૌટુંબીક વિગત આધારે ટેકનિકલ એનાલીસીસ આધારે વર્ક આઉટ કરતા આરોપી વલસાડ ખાતે રહેતો હોવાની પરંતુ આરોપી પોતાના મોબાઇલ નંબરો તેમજ પોતાનું રહેઠાણ સમયાંતરે બદલી નાખતો હોવાનું તેમજ આરોપીના સોશયલ મીડીયાના તમામ એકાઉન્ટોની ઝીણવટ ભરી રીતે તપાસ કરતા આરોપી પોતાના ફોટાઓ સોશયલ મીડીયા એકાઉન્ટો ઉપર અપલોડ કરતો ન હોય જેથી આરોપીના રહેણાંક વિસ્તારમાં ટીમના માણસો દ્વારા છેલ્લા ત્રણેક માસથી વેશ પલટો કરી સતત હાજર રહી સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી આરોપી બાબતે વધુ માહિતી ભેગી કરવામાં આવેલ દરમ્યાન અ.હે.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, અ.પો.કો ફલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો હરદિપસિંહ હેતુભાનાઓને આરોપી હાલમાં વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ હીરા ફેકટરીની આજુબાજુમા રહેતો હોવાની અને પત્રકાર તરીકે કામ કરતો હોવાની સયંકુત રીતે બાતમી હકીકત મળી હતી.
આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, ઉત્સવ બારોટ સાહેબ, એલ.સી.બી વલસાડ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. વલસાડના પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા, તથા સ્ટાફના અ.હે.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, અ.પો.કો કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો હરદિપસિંહ હેતુભા તથા પો.કો. પંકજ રૂપાભાઈ નાઓએ ટીમ વર્કથી કરેલ છે.











