મોરબીના યુવા સામાજિક તથા ભાજપ અગ્રણી જયદિપભાઈ દેત્રોજાનો આજે જન્મદિવસ છે. તેઓ હર હમંશે સમાજ ઉત્થાનના કાર્યમાં અગ્રેસર રહ્યા છે. અને જન્મદિવસ નિમિતે અનોખી ઉજવણી કરી સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે. અગાઉ પણ તેઓ વૃક્ષારોપણ તથા સેવા વસ્તીમાં જઈ જન્મદિવસની ઉજવણી કરી હતી.
ત્યારે જયદિપભાઈ દેત્રોજા આજે પણ પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ સેવાકાર્ય થકી જન્મદિવસની ઉજવણી કરશે. આજે ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખાને આર્થિક અનુદાન અર્પણ કરીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. તે બદલ સમિતિએ તેમનો આભાર વ્યક્ત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.આજે જન્મદિવસે વિવિધ સેવાકિય પ્રવુતિ કરશે. તેમજ આજે તેમના મો.9825105591 પર સગા-સંબંધી, સામાજિક-રાજકીય આગેવાનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.











