Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામમાં મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ અગ્રણીના જન્મદીનની ઉજવણી

મોરબી જલારામ ધામમાં મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ અગ્રણીના જન્મદીનની ઉજવણી

મોરબી : મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ અગ્રણી નૈમિષભાઈ પંડિતનો જન્મદીન તેમના મિત્રો દ્વારા ઉજવાયો હતો. મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમાં મિત્રના જન્મદીનની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી લોહાણા સમાજ ના અગ્રણી ઉદ્યોગપતિ નૈમિષભાઈ કનુભાઈ પંડિત ના જન્મદીવસ ની ઉજવણી તેમના મિત્રો દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ નિર્મલભાઈ જારીયા, સહદેવસિંહ ઝાલા, નેવિલભાઈ પંડિત, લખનભાઈ કક્કડ, હાર્દિકભાઈ રાજા, બિનીતભાઈ બુદ્ધદેવ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, રવિભાઈ કોટેચા, રોનકભાઈ કારીયા, પપ્પુભાઈ ચંડીભમર, નિરવભાઈ હાલાણી, સંજયભાઈ હારાણી, પારસભાઈ ચગ, શ્યામભાઈ ચૌહાણ, નિખિલભાઈ છગાણી, અંકિતભાઈ પટેલ, તેજશભાઈ પનારા, લવભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ સહીત ના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના અગ્રણીઓ દ્વારા મિત્ર ના જન્મદીન નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments