Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsતેરા તુજકો અર્પણ : 11 મોબાઈલ અરજદારોને પરત કરતી વાંકાનેર સિટી પોલીસ

તેરા તુજકો અર્પણ : 11 મોબાઈલ અરજદારોને પરત કરતી વાંકાનેર સિટી પોલીસ

વાંકાનેર : તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરીને 11 જેટલા મોબાઈલ શોધી કાઢીને અરજદારોને પરત કર્યા છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ/કર્મચારીઓએ CEIR પોર્ટલનો ઉપયોગ કરીને CEIRમાં એન્ટ્રી કરીને સતત મોનિટરીંગ રાખીને ટેક્નિકલ વર્ક આઉટ કરીને આશરે 2,60,000ની કિંમતના કુલ 11 મોબાઈલ શોધી કાઢી એક સાથે તમામ અરજદારોને પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યું છે.

આ સફળ કામગીરીમાં ઇ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર ડી.વી.ખરાડી તથા પો.હેડ.કોન્સ. યશપાલસિંહ પરમાર તથા મુકેશભાઇ ચાવડા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાણીંગભાઇ ખવડ તથા દર્શીતભાઇ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments