Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaનર્મદા કેનાલમાંથી પાણી મેળવવા માટે ખેડૂતોને તાત્કાલિક ફોર્મ ભરવાની અપીલ કરતા ધારાસભ્ય...

નર્મદા કેનાલમાંથી પાણી મેળવવા માટે ખેડૂતોને તાત્કાલિક ફોર્મ ભરવાની અપીલ કરતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

મોરબી : આગામી ચોમાસુ પાક માટે જે ખેડૂતોએ નર્મદાની કેનાલમાંથી સિંચાઈ સુવિધા મેળવવી હોય તેમણે તાત્કાલિક ધોરણે ફોર્મ ભરવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અપીલ કરી છે.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અપીલ કરતા જણાવ્યું છે કે, નર્મદા યોજનાની માળિયા બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખાતેદાર ખેડૂતોએ આગામી ચોમાસુ પાક માટે સિંચાઈ સુવિધા મેળવવી હોય તો તેઓએ પોતાના ફોર્મ ભરવા જરૂરી છે અને તેના આધારે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે છે. આજે તારીખ 28 મે ને બુધવાર ને બપોર સુધીમાં હજુ સુધી કોઈ પણ ગામમાં એક પણ ફોર્મ ભરાયેલ નથી જે ખેદજનક બાબત છે. ત્યારે ખાતેદાર ખેડૂત મિત્રોને વિનંતી છે કે તેઓ નર્મદા યોજનાના. અધિકારી-કર્મચારીને પોતાના ગામમાં બોલાવી અને એક જ દિવસમાં અથવા ટૂંકા સમયમાં વધુમાં વધુ ફોર્મ ભરાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગામના સરપંચો, આગેવાનો અને ખેડૂત મિત્રોને કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments