Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેડૂતોને કેસીસી ધીરાણમાં 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભ આપો :...

ખેડૂતોને કેસીસી ધીરાણમાં 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભ આપો : કિશોરભાઈ ચિખલીયાએ

મોરબી : મોરબી/રાજકોટ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધીરાણમાં 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભ આપવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, ભારતમાં ખેડૂતોને કેસીસી ધીરાણમાં 3 લાખની જગ્યાએ 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભઆપવામાં આવે છે. જેનો બજેટમાં પણ સમાવેશ કરાયો હતો. આ બાબતનો પરિપત્ર પણ કરાયો છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/રાજકોટ જિલ્લાની સરકારી- અર્ધસરકારી બેંકો, મંડળીઓને મળેલ ન હોય જેના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભમળતો નથી. જેથી મોરબી/રાજકોટ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. તેથી સરકાર દ્વારા બેંકો અને મંડળીઓને પરિપત્રો પૂરા પાડવા તથા જે ખેડૂતોએ પુરવણી ધીરણ લીધેલ ન હોય તેવા ખેડૂતોને 5 લાખ સુધી ઝીરો ટકા વ્યાજ લેખે ધીરાણ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments