મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત – દુર્ગાવાહિની આયામ છેલ્લા 31 વર્ષથી અવિરત ચાલી રહી છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ના ઉદ્દેશને લઈને લાખો કાર્યકર્તા સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાજ પરિવર્તનના કાર્ય થકી માતૃભૂમિની સેવા કરી રહ્યાં છે. કાર્યકર્તાનાં પ્રશિક્ષણ હેતુ દર વર્ષે યોજાતો દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ આ વર્ષ મોરબીમાં યોજાયો હતો ને તે વર્ગ સંપન્ન થવા જઈ રહ્યો છે.
ત્યારે આવતીકાલે તારીખ 31 માર્ચને શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ઓમ શાંતિ વિદ્યા સંકુલ, ઉમા રિસોર્ટ સામે, કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગા વાહિની શોર્ય પ્રશિક્ષણ વર્ગ-2025ના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમાપન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે દેવજીભાઈ રાવત (અખિલ ભારતીય સામાજિક સમરસતા સંયોજક), અતિથિ વિશેષ તરીકે ભૂમિકાબેન ભૂત (પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સ્પોર્ટસ ક્વોટા), સ્થાન અધ્યક્ષ તરીકે ઠાકરશીભાઈ ડી પટેલ (ટ્રસ્ટીશ્રી ઓમ શાંતિ વિધાલય ગુજરાતી) ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દેવજીભાઈ મિયાત્રા (વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી), ખુશ્બુબેન દત્તાની (દુર્ગાવાહિની-પ્રાંત સંયોજીકા), દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથા વધુ માહિતી માટે જીલેશભાઈ કાલરીયા (વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા અધ્યક્ષ) મો.99248 88788 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ સૌ સાથે ભોજન પ્રસાદ લઈશું.










