Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક સિરામિક ફેકટરીમાં મજૂરની ઓરડીમાંથી દારૂ ઝબ્બે, આરોપી ફરાર

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં મજૂરની ઓરડીમાંથી દારૂ ઝબ્બે, આરોપી ફરાર

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં દરોડો પાડી તાલુકા પોલીસે વિદેશી દારૂની 36 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ રેસા સિરામિક ફેકટરીમાં મજૂરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે આરોપી નથુભાઈ નાગરભાઈ રાઠોડની ઓરડીમાં દરોડો પાડતા વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 46,800નો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ આરોપી હાજર મળી આવ્યો ન હતો. બનાવ અંગે તાલુકા પોલીસે નથુ રાઠોડ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી નથુને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments