Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં ડો.અરૂણ નિમાવત, ડો.રાધિકા મહેતા, ડો.સુનિલ કાચરોલા તથા સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે મોરબી વૈર્ધ સભા પ્રમુખ ડો.બી.કે.લહેરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અંદાજિત 150થી વધુ લોકોએ લાભ લીધો હતો.

સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સથવારા સમાજની વાડી તથા કુબેરનાથ મંદિર, અને પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાયેલ સુવર્ણપ્રાશન કેમ્પમાં 500થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments