Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના શીવપુર ગામે 1.02 લાખ રોકડ સાથે જુગાર રમતા સાત ઝબ્બે

હળવદના શીવપુર ગામે 1.02 લાખ રોકડ સાથે જુગાર રમતા સાત ઝબ્બે

હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા સાત આરોપીઓને રોકડા રૂપિયા 1,02,800 સાથે ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન શીવપુર ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી 1.જયેશભાઈ હરજીવનભાઈ ધોરીયાણી રહે. રોયલ પાર્ક, મહેન્દ્રનગર, મોરબી, 2. કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી, 3. અમરશીભાઈ વિરજીભાઈ બારીયા રહે. ગ્રીન પાર્ક ઉમા વિલેજ સામે મોરબી 4, રસીકભાઈ બેચરભાઈ કાલરીયા, રહે. ઉમા વિલેજ સામે મોરબી 5. ચંદુભાઈ હરખજીભાઇ જેઠલોજા, રહે. શીવપુર તા.હળવદ 6. લાભુભાઈ રૂગનાથભાઈ દેત્રોજા ૨હે. મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર, મોરબી અને આરોપી 7. વજાભાઈ બાવલભાઇ ચૌહાણ, રહે. શીવપુર તા. હળવદ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,02,800 સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જુગાર દરોડાની આ કાર્યવાહી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, હેડ કોન્સટેબલ દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, શૈલેષભાઈ બાબુભાઈ પટેલ, કોન્સટેબલ દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ માવુભા રાઠોડ, સંજયભાઈ મનજીભાઈ લકુમ, સાગરભાઈ ડાયાભાઈ કુરીયા અને કિશનભાઈ ધીરૂભાઈ મોતાણી સહિતના સ્ટાફે કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments