Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના કલ્યાણપરમા કામ કરતી વેળાએ ત્રીજા માળેથી પડી જતાં શ્રમિકનું મોત

ટંકારાના કલ્યાણપરમા કામ કરતી વેળાએ ત્રીજા માળેથી પડી જતાં શ્રમિકનું મોત

ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે આવેલ કારખાનામાં ચાર દિવસ પૂર્વે કામ કરતી વેળાએ ત્રીજા માળેથી પડી જતાં આધેડને ગંભીર ઇજા પહોંચી હોય જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન આધેડે દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે નજીક આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરતા 52 વર્ષીય જગદીશકુમાર ધૂપઈ કારખાનામાં કામ કરતા હતા ત્યારે ગત 25/5 ના કોઈ કારણસર ત્રીજા માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments